કેન્દ્રએ પેટ્રોલ પર 10 અને ડીઝલ પર 13 રૂપિયા એક્સાઈસ ડ્યૂટી અને રોડ સેસ વધાર્યા, છતાં ગ્રાહકોને રાહત
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધારી દીધા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્રાહકો માટે વધશે પણ જેમ છે તેમ યથાવત રહેશે. પેટ્રોલ પર 8 રૂપિયા રોડ સેસ અને 2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી. આ રીતે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો. ડીઝલ ઉપર પણ 8 રૂપિયા રોડ સેસ અને 5 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી. કુલ 13 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પર ભાવ વધારો થયો. વધેલા ભાવ મધરાતથી લાગુ થઈ ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધારી દીધા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્રાહકો માટે વધશે પણ જેમ છે તેમ યથાવત રહેશે. પેટ્રોલ પર 8 રૂપિયા રોડ સેસ અને 2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી. આ રીતે પેટ્રોલ પર 10 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો. ડીઝલ ઉપર પણ 8 રૂપિયા રોડ સેસ અને 5 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી. કુલ 13 રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પર ભાવ વધારો થયો. વધેલા ભાવ મધરાતથી લાગુ થઈ ગયા છે. એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધવા છતાં ગ્રાહકો માટે ભાવ વધારો થશે નહીં કારણ કે કંપનીઓએ આ વધેલા ભાવ ક્ન્ઝ્યૂમરને પાસ ઓન કરવાનો નિર્ણય લીધો નથી પરંતુ તેઓ પોતે વેઠશે.
The price hike will be absorbed by Oil Marketing Companies leading to no increase in retail prices of fuel at the pump. https://t.co/lTTXEDfgfd
— ANI (@ANI) May 5, 2020
આ ભાવવધારાથી સરકારને જે ફાયદો થશે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવશે. છેલ્લા કેટલાક સમયથી ક્રૂડ ઓઈલ કંપનીઓને સસ્તુ મળતું હતું આથી કંપનીઓ પાસે પોતાની બેલેન્સશીટ જાળવી લેવાની તક ઊભી થઈ હતી. જો કે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ફરીથી વધવા લાગ્યા છે અને હાલ તે લગભગ 30 ડોલર પ્રતિ બેરલની આજુબાજુ છે.
જુઓ LIVE TV
આ અગાઉ દિલ્હી સરકારે સોમવારે સવારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ સાંજે પંજાબ સરકારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટર વધારાની જાહેરાત કરી. મધરાત બાદ આ નવા ભાવ લાગુ થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે